સમયાંતરે પોતાની FB પ્રોફાઇલ ચેક કરતા રહેવી
‘કોમ્પ્યુબ્રેઈન’ના ફાઉન્ડર અને ડિજિટલ અને સોશિયલ મીડિયા એક્સપર્ટ બિજોય પટેલે સાવધાનીના પગલાં અંગે જણાવ્યુ હતું કે, સામાન્ય સંજોગોમાં કોઈને બદનામ કરવા માટે બનાવાતી ફેક પ્રોફાઈલ પાછળ પરિચિત વ્યક્તિ ઓના જ હાથ હોય છે. સમયાંતરે પોતાના નામની જ પ્રોફાઈલ સર્ચ કરતા રહેવું જોઈએ. જેનાથી ક્યારેય કોઈ આપણા નામ અને ફોટા વાળી બોગસ પ્રોફાઈલથી આપણને અથવા આપણા કોઈ પરિચિત ને બદનામ ન કરી શકે. ઉપરાંત પોતાના ફોટાનો દુરપયોગ થતો જણાય તો પોલીસનો સંપર્ક કરવો જોઈએ.