NavGujarat Samay 07 June 2017

કાર્ડની લિમિટ સેટ કરાવવી એ જરૂરિયાત બની ગઈ છે

કાર્ડની લિમિટ સેટ કરાવવી એ જરૂરિયાત બની ગઈ છે

‘કોમ્પ્યુબ્રેઈન’ના ફાઉન્ડર અને સોસિયલ મીડિયા તથા ડિજિટલ એક્સપર્ટ બિજોય પટેલનું કહેવું છે કે, લોકોએ પહેલાતો પોતાના ડેબિટ કે ક્રેડિટ કાર્ડની લિમિટ દિવસ આધારીત સેટ કરાવી દેવી જોઈએ. જેથી ગઠિયાઓ તમારૂ કાર્ડ હેક કરે તો પણ એક ચોક્કસ લિમિટથી વધારે રૂપિયા ન મેળવી શકે. ઉપરાંત સોશિયલ મીડિયાનો ઉપયોગ સામાન્ય બની ગયો છે. આવી સાઈટ્સ પર તમામ વિગતો જાહેર કરવી જોખમી હોય છે. જરૂર સિવાય જન્મ તારીખ, વાહનના નંબર કે તેના ફોટોગ્રાફ્સ, ઘરના લોકેશન, પરિવારના સભ્યોના ફોટા અને તેમના નામ અને સંબંધ પણ જાહેર કરતા સાવચેત રહેવું.