રાજયમાં ઘાતક ‘બ્લુ વ્હેલ’ પર પ્રતિબંધ

બ્લૂ વ્હેલ ગેમને ગુજરાતમાં પણ સેંકડો લોકોએ સર્ચ કરી

બ્લુ વ્હેલ ગેમનો શિકાર પાલનપુરના માલણ ગામનો યુવક બની ચૂક્યો છે. આ ઉપરાંત દેશમાં અલગ અલગ જગ્યા એ બાળકોએ કરેલા આપઘાત અને સોમવારે રાજસ્થા નમાં એક બી.એસ.એફની દીકરીએ બ્લૂ વ્હેલ ગેમના લાસ્ટ સ્ટેજ ને પૂરું કરવા પહાડ પરથી લગાવેલી ઘટનાઓ ગંભીર ગણાઈ રહી છે. ત્યારે ગુજરાતમાં પણ આ ગેમને એપ્સ સ્ટોર્સ કે ગૂગલ પર સર્ચ કરનારા લોકોનો આંક આંચકારૂપ હોવાનું આઈ.ટી. નિષ્ણાંતમાની રહ્યાં છે. જાણકારોનું કહેવું છે કે, અમદાવાદ સહિતની કેટલીક સ્કૂલો દ્વારા બ્લૂ વ્હેલ ગેમની જાળમાં ફસાયા હોય તો તેવા વિદ્યાર્થીઓને કેવી રીતે તેમાંથી બહાર કાઢવા તે માટે મનોચિકિ ચિકિત્સકની કન્સ લ્ટન્સી સુધીની તૈયારીઓ દર્શા વાઈ છે. બીજી તરફ મનોચિકિત્સકનું કહેવું છે કે, આ ગેમની જાળમાં ફસાયા હોય તેવા લોકો લગભગ એકલા રહેવાનું પસંદ કરે છે, પોતાની જાતને જ નુકસાન કરતા હોય છે. વગર કારણે સ્કૂલમાં રજા રાખતા હોય છે. આવી સ્થિતિ માં જો કોઈ કિ શોર-કિ શોરીઓ હોવાનું જાણવા મળે તો તેમના વાલીઓએ સમય રહેતા યોગ્ય પગલાં લેવા જોઈએ. બ્લૂ વ્હેલ ગેમ અંગે ડિજટલ અને સાયબર એક્સપર્ટ કોમ્પ્યુબ્રેઈનના ફાઉન્ડ બિજોય પટેલનું કહેવું છે કે, વાલીઓએ પોતાના સંતાન કે પરિવારના ગુમસુમ રહેતા હોય તેવા સભ્ય નું ખાસ ધ્યા ન રાખવું જોઈએ અને તે કોમ્પ્યૂર કે મોબાઈલમાં શું સર્ચ કરે છે તેની તપાસ પણ કરતા રહેવું જોઈએ. પોલીસ સૂત્રો નું કહેવું છે કે, આ ગેમ વિદેશમાં બનેલી છે અને તેને રમ્યા બાદ આપઘાત કરવો પડતો હોવાનું છેલ્લું ટાસ્ક અપાય છે. પરંતુ આ ગેમ વિદેશથી ઓપરેટ થતી હોય આવા કિસ્સા માં કોના સામે ગુનો નોંધવો? તે પ્રશ્ન આવીને ઊભો રહે છે.