જીમેઈલનું સ્ટોરેજ ઉપયોગી સાબિત થઈ શકે છે!
‘રેન્સમ વેર’ વાયરસના અટેક અંગે ‘કોમ્પ્યુબ્રેઈન’ના ફાઉન્ડર અને સોસિયલ મિડિયા તથા ડિઝીટલ એક્સપર્ટ બિજોય પટેલે જણાવ્યું હતુ કે, ‘રેન્સમ’ એટલે કે ખંડણી, આ વાયરસ સ્પ્રેડ કરનારી ગેંગ રૂપિયા લઈને અગત્યની ફાઈલો પાછી ખોલી આપવાનું ભયાનંક ષડયંત્ર આચરી રહી છે. ભવિષ્યમાં આવા ‘બ્લેઈક મેઈલિંગ’નો શિકાર થતા બચવું હોય તો ઓનલાઈન સ્ટોરેજ વાપરવું જોઈએ. જીમેઈલમાં પણ સ્ટોરેજ ડ્રાઈવ હોય છે, તેમાં ફાઈલ સેવ કરવામાં આવે તો ગમે તેવા એટેક વખતે તે સુરક્ષીત રહી શકે . તેમણએ ઉમેર્યું હતુ કે, હાલની સ્થિતિ જોતા અજાણ્યા ઈમેઈલ કે તેના અટેચમેન્ટ ઓપન કરવાનું ટાળવું જોઈએ.