સેકન્ડ સ્ટેપ વેરીફિકેશન રાખો
કોમ્પ્યુબ્રેઈનના ફાઉન્ટર અને સોસિયલ મિડિયા તથા ડિઝીટલ એક્સપર્ટ બિજોય પટેલે કહે છે, પહેલા મોબાઈલ સિક્યોર કરી લેવા જોઈએ. તમામ સોસિયલ મિડિયાના એકાઉન્ટ અને મેઈલરમાં સેકન્ડ સ્ટેજ વેરીફિકેશનની સગવડ છે. જ્યારે તમારૂ એકાઉન્ટ અન્ય કોમ્પ્યુટર, લેપટોપ કે અન્ય કોઈ જગ્યા એ ખુલે તો પહેલા તમારા મોબાઈલમાં તેનો મેસેજ આવે. જેમા આપેલો વન ટાઇમ પાસવર્ડ આપો તો જ તે ઓપન થઈ શકે. આ સુરક્ષા હવે જરૂરી બની છે. જ્યારે ડોક્યુમેન્ટ ની ઝેરોક્ષ આપવાની થાય ત્યારે તેમાં કોને અને કયા કામે આપો છો તે ચોક્કસ લખો. જેથી તે બીજે ક્યાંય વપરાય નહીં, જો વપરાય તો પોલીસ તપાસમાં મદદ થઇ શકે