તમારો OTP બેન્કલોકરની ચાવીછે

તમારો OTP બેન્કલોકરની ચાવીછે

શું તમે જાણો છો આજના ડિજિટલ યુગમાં તમારા ઘરની વ્યક્તિ કરતાં પણ તમારી ચોક્કસ ઓળખાણ તમારા ફોન પાસે છે. તમારી પાસે કઈ બેન્કમાં કેટલા રૂપિયા છે, તમે કયા વોલેટ એપનો ઉપયોગ કરી રહ્યા છો? પેટીએમ કે ગુગલ પે, તેમાં કેટલું બેલેન્સ છે, તમે કઈ વ્યક્તિના ફોટો વિરોષ લાઈક કરો છો, તમે કોની સાથે ફોન પર સૌથી વધુ વાત કરો છો અને કોની સાથે સૌથી વધારે વોટ્સએપ કે ફેસબુક પર ચેટ કરો છો આ દરેક બાબતની તમારા કરતાં તમારા ફોનની વિરોષ જાણ હોય છે. આવા સંજોગોમાં તમારા ફોન અને તેમાં રહેલી માહિતીને સલામત રાખવી અનિવાર્ય બની રહે છે.

પહેલાંના જમાનાની જેમ હવે ખાલી રાત્રે જ લૂંટ કરવા નીકળતા લૂંટારુઓના કે ચંબલના ડાકુઓનો
દિવસો ગયા. આજના ડાકુઓ મોંડું ઢાંક્યા વિના તમારી જ સામે કોઈ કેફેટેરિયામાં બેસીને તમારા જ ફોનમાંથી માહિતી મેળવી, તમને જ ફોન કરીને લૂંટી લે તો નવાઈ નહીં, જેમ રસ્તા પર જતી ટ્રક પાછળ લખ્યું હોય છે કે, ‘નજર હટી, દુર્ઘટના ઘટી’, બસ એવી જ રીતે ડિજિટલ યુગમાં પણ એવું જ છે.

હવે પહેલાના જમાનાની જેમ તમે તમારા પૈસા દાગીના વગેરે તિજોરી કે લોકરમાં મૂકતા અને તેની
ચાવી પોતાની પાસે સાચવતો અને કોઈ વ્યક્તિને ચાવી જોવા પણ નહોતા આપતા. એવી જ રીતે, તમે આજની કોઈ પણ વ્યક્તિને તમારા મોબાઈલમાં આવતા તમારા મહેનતના પૈસાની ચાવીરૂપે આવતા OTP(one time password) કેવી રીતે આપી દો છો?

OTP એ કોઈ પણ પ્રકારના ઓનલાઈન ટ્રાન્ઝક્શન માટે સુરક્ષાના હેતુથી ડબલ ચેક કરવાની પદ્ધતિ છે. OTP તમે બેન્ક, સોશિયલ મીડિયા, વૉલેટ વગેરે વેબસાઈટ પર નોંધણી કરાવતી વખતે આપેલી માહિતી, જેમ કે તમારો મોબાઈલ નંબર અથવા તમારા ઈ-મેલ પર આવતો 6 કે 8 આંકડામાં આવતો નંબર, છે. જેમ, તમારા બેન્કનું લોકર ખોલવા તમારી અને બેન્કરની ચાવી એમ બે ચાવીઓ જોઈએ. બિલકુલ એવી જ રીતે, તમારા એકાઉન્ટને OTP માટે નોંધાવ્યા પછી પાસવર્ડ સિવાય OTP વિના તમારું એકાઉન્ટ કોઈ ખોલી અથવા વાપરી ના શકે. તમારા એકાઉન્ટને સલામત રાખવું ખૂબ જ જરૂરી છે. એ માટે તમે તમારી પાસેનો એક ફોન નંબર કે ઈમેલ એડ્રેસ, સાચવીને રાખો. તે ક્યારેય બંધ કરતા નહીં. કોઈ પણ વ્યક્તિ કૉલ કરીને OTP, ડેબિટ કે ક્રેડિડ કાર્ડનો નંબર માગે તો નહીં આપવો. હું દરેક કૉલ પૈકી એટલા જ ફોન પર વાત કરું છું, જે નંબર મેં સ્ટોર કર્યા હોય, એનાથી વિશેષ જો કોઈને વાત કરવી હોય તો, SMS કે વોટ્સએપ પર ઓળખ આપીને ફોન કરવાની સુવિધા છે જ. એ પછી જો મને એ વ્યક્તિની ઓળખ, વિચાર અને વ્યવહાર યોગ્ય લાગે તો હું એમને સામેથી ફોન કરી દઉં છું. gmail@bijoypatel.com