Eng

પ્રસ્તાવના

કોમ્પ્યુબ્રેનની સ્થાપના વર્ષ 2006માં બિજોય દ્વારા કરવામાં આવી. મુખ્યત્વે કોમ્પ્યુબ્રેનની કાર્યપ્રણાલી કહો કે ધ્યેય, ઈન્ટરનેટને વ્યવસાય માટેનું શ્રેષ્ઠ સ્થળ બનાવવાનું છે. મુખ્યત્વે કોમ્પ્યુબ્રેન ત્રણ સિદ્ધાંત પર કામ કરે છે. “બિઝનેસ, ટેકનોલોજી અને ઇનોવેશન.” કોમ્પ્યુબ્રેન અન્ય કંપનીની સરખામણીમાં વ્યાપક ઔદ્યોગિક જ્ઞાન, નવીનીકરણ અને અમલીકરણમાં નોંધપાત્ર યોગદાન, ઉત્તમ સંશોધન, વિકાસની અદભુત ક્ષમતા અને ડિજિટલ માધ્યમ પરની નિયમિત અને અસરકારક હાજરીના કારણે આપમેળે જ જુદી પડે છે.

અમે ભારતની અતિ ઝડપથી વિકસતી આઈ.ટી કન્સલ્ટન્સીઓમાં અગ્રગણ્ય સ્થાન ધરાવીએ છીએ. દરેક કામમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો એ અમારી વિશેષતા છે. અમારી ખાસિયત એ પણ છે કે અમે ન માત્ર અમારા પરંતુ સાથે અમારા દરેક ક્લાઇંટ્સના વ્યવસાયને પણ ટોચ પર પહોંચાડવા હંમેશા પ્રયત્નશીલ અને કટિબદ્ધ રહીયે છીએ.

અમે વેબસાઈટ ડિઝાઇન અને ડેવલપમેન્ટ, ઈ-કોમર્સ, સર્ચ એન્જીન ઓપ્ટિમાઇઝેશન, ઈન્ટરનેટ રેપ્યુટેશન મેનેજમેન્ટ, સોશિયલ મીડિયા માર્કેટિંગ સોલ્યુશન, ડોમેઈન રજીસ્ટ્રેશન અને વેબસાઈટ હોસ્ટિંગ જેવા વિવિધ ક્ષેત્રોમાં કામ કરીયે છીએ. સાથે જ નવા અભિગમ સ્વરૂપ “સોશિયલ મીડિયા 2.0” તથા “ડિજિટલ વોલ્ટ્સ” જેવા માધ્યમ ઉભા કરી આ વિશાળ ડિજિટલ ક્ષેત્રને વધુ સરળ તેમજ સગવડયુક્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

અમારી ઉત્સાહી, કાર્યક્ષમ અને અનુભવી ટીમ કંપનીનો આધાર છે. જેઓ કામને ન માત્ર કામ પરંતુ કર્તવ્ય સમજી ક્લાઇંટ્સની ડિજિટલ પ્રેઝન્સ વધારવા માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. અને સાથે જ કંપની દ્વારા આપવામાં આવેલા દરેક કામ પણ સાચા સમર્પણથી કરે છે.

છેલ્લા બાર વર્ષમાં અમે 17,000 કરતા વધુ વેબસાઈટ ડિઝાઇન કરી ચુક્યા છીએ અને 1700થી વધારે ક્લાઇંટ્સ સાથે કામ કરી ચુક્યા છીએ. અહીં નોંધવા જેવી વાત એ પણ છે કે સમગ્ર ભારતમાં વસતા વિવિધ લોકોથી લઇ સંસ્થા સુધીના દરેક પ્રકારના 140 કરતા વધારે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ અમે સ્વમાનભેર કામ કરી રહ્યા છીએ.

કોમ્પ્યુબ્રેન વિશે

અનુભવ, આવડત અને ઉત્સાહનો સમન્વય એટલે કોમ્પ્યુબ્રેન. ન માત્ર વાત, વિત્ત કે વ્યવસાય પરંતુ વિચાર, વ્યવહાર અને વચન જેના મધ્યમાં રહેલા છે તે એટલે કોમ્પ્યુબ્રેન. કોમ્પ્યુબ્રેન ભારતની એક પ્રાઇવેટ કંપની જ નહિ પરંતુ ડીજીટલ મિડિયાના ક્ષેત્રમાં કેટલાય વર્ષોથી આગલી હરોળમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરતી અને પોતાની કાર્યપ્રણાલીથી સાધારણને અસાધારણ બનાવતી વિશાળ કંપની છે. નિરાશાઓ બાજુ પર મૂકી નવસર્જન કરતી અને દિન પ્રતિદિન દરેક દિશાઓમાં હરણફાળ ભરતી આ કંપનીમાં એક અદભુત આવડત તથા તાકાત રહેલી છે. આ આવડત થકી સ્થિર ગતિએ આગળ વધીને જ કંપનીએ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. સાથે જ સમાજને પણ પોતાના કર્મ પ્રત્યેના કર્તવ્ય, નિસ્બત અને ડિજિટલ મિડિયા ક્ષેત્રના દૂરંદેશી પણાથી સાક્ષરતા પ્રદાન કરી રહ્યું છે. તથા ભવિષ્યમાં પણ સાક્ષરતા પ્રદાન કરવા પ્રતિબદ્ધ રહેશે.